બનાસ મેડિકલ કોલેજ દ્વારા ગાદલવાડા ગામે નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો

બનાસ મેડિકલ કોલેજ દ્વારા ગાદલવાડા ગામે નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો

100 થી વધુ દર્દીઓનું વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ; ગલબાભાઈ નાનજીભાઈ પટેલ સંચાલિત બનાસ મેડીકલ કોલેજ મોરિયા અને જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુરના ચેરમેન પી.જે. ચૌધરીના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકાના ગાદલવાડા ખાતે મેડિકલ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ મેડિકલ કેમ્પનું આયોજન કોમ્યુનિટી મેડિસિન વિભાગના ફેમિલી એડોપ્શન પ્રોગ્રામ અંતર્ગત કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ગ્રામજનો તેમજ આજુબાજુના લાભાર્થીઓની બીમારીને અનુલક્ષી સર્વે રોગોની તપાસ અને નિદાન નિષ્ણાંત તબીબો દ્વારા કરવામાં આવી હતી.

આ મેડિકલ કેમ્પ ગાદલવાડા ખાતે આવેલ પ્રાથમિક શાળામાં યોજાયો હતો. જેમાં કોમ્યુનિટી મેડિસિન વિભાગના વડા ડૉ. પુષ્ટિ વાછાણી તેમજ ડૉ. નિતેશ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો, જેમાં ડોક્ટર તેમજ નર્સિંગ સ્ટાફ ખડેપગે હાજર રહી આવનાર દર્દીઓની સારવાર કરવામાં આવી હતી. આ કેમ્પમાં 100 થી વધુ દર્દીઓનું મફતમાં હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું અને એમની સારવાર કરવામાં આવી હતી. આ ની:શુલ્ક કેમ્પમાં ડૉ. ધવલ પરીખ, ડૉ. ધવલ ગૌસ્વામી, કલાવતી ચૌધરી,અનામિકા ચૌધરી મેડિકલ સોશિયલ વર્કર પટેલ હિનાબેન ડાભી અશોકભાઇ તેમજ ઇન્ટર્ન સહિત મેડિકલ સ્ટાફ હાજર રહી કાર્યક્રમને સફળતા પૂર્વક સંપૂર્ણ થાય એના માટે ગામનાં સરપંચ ધાણેક રેખાબેન અશોકભાઇ અને દૂધ મંડળીના મંત્રી ભીખાભાઇ જુડાળ તથા પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકગણ દ્વારા સહયોગ મળ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *