ડીસાથી અંબાજી પગપાળા યાત્રા સંઘનું ધામધૂમથી પ્રસ્થાન

ડીસાથી અંબાજી પગપાળા યાત્રા સંઘનું ધામધૂમથી પ્રસ્થાન

ડીસાના સ્પોર્ટ ક્લબ સામે આવેલી નવજીવન સોસાયટીમાં શક્તિ ગ્રુપ મિત્ર મંડળ દ્વારા આયોજિત વાર્ષિક અંબાજી પગપાળા યાત્રા સંઘનું ભવ્ય પ્રસ્થાન કરવામાં આવ્યું. છેલ્લા 18 વર્ષથી ચાલી આવતી આ પરંપરામાં આ વર્ષે પણ મોટી સંખ્યામાં માઇભક્તો જોડાયા હતા. પરંપરાગત યાત્રાનું પ્રસ્થાન દર વર્ષની જેમ આ વર્ષે પણ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, અન્ય મહાનુભાવો, ઉમેદવારો અને સ્વયંસેવકોએ સાથે મળીને યાત્રા સંઘને વિદાય આપી હતી. આ પ્રસંગે ઢોલ-નગારાના તાલે અને માતાજીના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. માઇભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

સર્વ વયના ભક્તોનો સમાવેશ આ યાત્રા સંઘની ખાસિયત એ છે કે તેમાં નાના બાળકોથી લઈને વડીલો સુધીના તમામ ઉંમરના ભક્તો શ્રદ્ધાપૂર્વક જોડાય છે. આ પગપાળા યાત્રા ભક્તોની અતૂટ શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક બની રહી છે. આ યાત્રા અંબાજી મંદિરે પહોંચ્યા બાદ પૂજા-અર્ચના અને ધ્વજારોહણ કરીને પૂર્ણ થશે. શક્તિ ગ્રુપ મિત્ર મંડળ દ્વારા આ પ્રકારના આયોજનો સમાજમાં ધાર્મિક ભાવના અને એકતાને પ્રોત્સાહન આપે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *