સાબરકાંઠા જિલ્લા પોલીસે ગુજરાત સરકાર અને DGPની સૂચના મુજબ અસામાજિક તત્વો સામે મોટી કાર્યવાહી કરી છે. જિલ્લાના 16 પોલીસ સ્ટેશનમાં 150 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા વિજય પટેલના જણાવ્યા અનુસાર, આ યાદીમાં 73 બુટલેગર, 6 જુગારીઓ, 45 શરીર સંબંધી ગુના કરનારા, 17 મિલકત સંબંધી અને 9 અન્ય ગુનેગારોનો સમાવેશ થાય છે. છેલ્લા ચાર દિવસમાં પોલીસે વિવિધ કાર્યવાહી કરી છે. 7 લોકો સામે પાસાની દરખાસ્ત કરી છે. 15 લોકોને તડીપાર કર્યા છે. એક ગુજસીકોટનો કેસ નોંધ્યો છે. જીપી એક્ટ 135 હેઠળ 15 કેસ કર્યા છે.
ટ્રાફિક નિયમનમાં એમવી એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવના 16 કેસ નોંધ્યા છે. દારૂબંધીના 75 કેસ નોંધવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં 2500થી વધુ વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું છે. પોલીસે ગેરકાયદે બાંધકામો માટે નગરપાલિકા સાથે સંકલન કર્યું છે. નગરપાલિકાએ નોટિસ જારી કરી છે. નોટિસની મુદત પૂરી થયા બાદ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાશે. વીજ ચોરી અટકાવવા વીજ તંત્ર સાથે બેઠક કરી આગળની કાર્યવાહીનું આયોજન કરવામાં આવ્યું છે.