ઊંઝા કેન્દ્રમાં ૨૯૨૪ વિધાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે

ઊંઝા કેન્દ્રમાં ૨૯૨૪ વિધાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે

ઊંઝા શહેર અને તાલુકામાં આવતીકાલથી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. જેમાં ઊંઝા કેન્દ્રમાં બોર્ડની પરીક્ષા માટે પાંચ સ્કુલો ફાળવવામાં આવી છે. ઊંઝા શહેરમાં આવેલ જી.મ.કન્યા વિધાલય, એમ.આર એસ. હાઈસ્કૂલ, નવજીવન વિધા મંદિર, જી.એલ.હાઈસ્કુલ અને કે.એલ.હાઈસ્કુલ ખાતે પરીક્ષા યોજાશે.

ધોરણ ૧૦ માં કુલ ૭૫ બ્લોકમાં ૨૧૦૨ વિધાર્થીઓ પરીક્ષા આપશે. અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૨૦ બ્લોક થકી ૫૮૬ વિધાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધોરણ ૧૨ સાયન્સમાં ૧૨ બ્લોકમાં ૨૩૬  વિધાર્થીઓ એમ.આર.એસ હાઈસ્કુલ ખાતે પરીક્ષા આપશે. ઉઝા કેન્દ્રમાં બોર્ડની પરીક્ષા માટે પાંચ સ્કૂલો ફાળવવામાં આવી છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *