બનાસકાંઠામાં દારૂબંધી હોવા છતાં વિદેશી દારૂની હેરાફેરી યથાવત છે. આ અસામાજિક પ્રવૃત્તિને ડામવા માટે ધાનેરા પોલીસ સક્રિય બની છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન તેમને બાતમી મળી હતી કે, રતનપુર તરફથી કાચા રસ્તે એક મોટરસાયકલ પર વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન શંકાસ્પદ મોટરસાયકલ પર આવી રહેલા એક ઈસમ અટકાવીને પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ મોડાજી હરજીજી રાઠોડ (રહે. શિયા) જણાવ્યું હતું. પોલીસે મોટરસાયકલ પર બાંધેલા કટ્ટાની તપાસ કરતાં તેમાંથી ૪૮ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂની બોટલ જેની કિંમત ₹9, 749અને મોટરસાયકલ જેની કિંમત ₹૧૦,૦૦૦ સહિત કુલ ₹૧૯,૭૪૯નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે મોડાજી રાઠોડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
- September 13, 2025
0
186
Less than a minute
You can share this post!
editor

