ધાનેરાના શિવનગર ગામે મારામારી દંપતી પર હુમલો, પોલીસ તપાસ શરૂ

ધાનેરાના શિવનગર ગામે મારામારી દંપતી પર હુમલો, પોલીસ તપાસ શરૂ

ધાનેરા તાલુકાના શિવનગર ગામે એક કૌટુંબિક ઝઘડામાં સમાધાન કરાવવા ગયેલા એક વ્યક્તિ પર ત્રણ લોકોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના અંગે ભોગ બનનાર વ્યક્તિએ ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. શિવનગર ગામના રહેવાસી નટુભાઈ દેવચંદભાઈ દેવીપૂજક (ઉ.વ.36) દ્વારા નોંધાવેલી ફરિયાદ મુજબ, 18 ઓગસ્ટ, 2025ના રોજ બપોરે 2 વાગ્યે તેમના ઘરે તેમની પુત્રી પૂજાબેનની નણંદ કંચનબેન આવી હતી. તે જ સમયે, વીડ ગામના પ્રતાપભાઈ પ્રધાનભાઈ દેવીપૂજક, પરેશભાઈ પ્રધાનભાઈ દેવીપૂજક, અને રમેશભાઈ બેચરાભાઈ દેવીપૂજક ત્યાં આવ્યા અને કંચનબેન સાથે બોલાચાલી કરવા લાગ્યા નટુભાઈએ તેમને શાંત પાડવાનો પ્રયાસ કર્યો અને પોલીસ સ્ટેશન જઈને સમાધાન કરવાનું સૂચન કર્યું, પરંતુ આરોપીઓએ ઉશ્કેરાઈને નટુભાઈ સાથે ગાળાગાળી શરૂ કરી દીધી. જ્યારે નટુભાઈએ ગાળો બોલવાની ના પાડી, ત્યારે પ્રતાપભાઈએ તેમને પીઠમાં માર માર્યો, પરેશભાઈએ ગરદન પર હુમલો કર્યો, અને રમેશભાઈએ તેમની ડાબી આંખ પર મુક્કો માર્યો, જેના કારણે રિંગ વાગવાથી ઈજા થઈ નટુભાઈની બૂમો સાંભળીને તેમની પત્ની સુરેખાબેન અને પુત્રી પૂજાબેન તેમને બચાવવા દોડી આવ્યા હતા. આ દરમિયાન, આરોપીઓએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી અને ત્યાંથી ભાગી ગયા હતા. હુમલા બાદ, નટુભાઈને તાત્કાલિક ધાનેરાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ, તેમણે તેમની પત્ની સાથે ધાનેરા પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ની કલમ 115(2), 296(b), 351(3), અને 54 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ હેડ કોન્સ્ટેબલ લાભાઈ વાઘાભાઈ ચૌધરી કરી રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *