જલિયાણ ગ્રુપ હારીજ દ્વારા યુજીવીસીએલના લોક દરબારમાં જરૂરિયાત મંદોના વિજ કનેક્શનની બાકી રકમ ભરપાઈ કરશે

હારીજ UGVCL કચેરી દ્વારા લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં હારીજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતા જરૂરિયાતમંદ પરિવારો જેના વીજળી બિલ ભરેલ નથી અને વીજ કનેક્શનો રદ થઈ કપાઈ ગયેલ છે. તેવા પરિવાર માટે જલિયાણ ગ્રુપ હારીજના મિતેશભાઈ ઠક્કર અને શૈલેષભાઇ ઠકકર દ્વારા વીજળી બિલ ભરપાઈ કરવાની જાહેરાત કરી ગરીબ પરિવારો માટે એક ખુશીનો નિર્ણય લઈ હારીજ તાલુકાના ગરીબ પરિવારો માટે પ્રેરણાદાયી કાર્ય કરનાર હોવાનું જાણવા મળ્યું છે.હારીજ જલિયાણ ગૃપ હમેશા દરેક સમાજના જરૂરિયાત મંદ લોકોની ચિંતા કરી આર્થિક મદદ કરી હારીજ પંથકના લોકો નો પ્રેમ સંપાદન કર્યો છે. જલિયાણ ગૃપ હારીજ ના મિતેશભાઇ ઠકકર અને શૈલેષભાઈ ઠકકર દ્રારા શનિવારે યુજીવીસીએલ હારીજ દ્વારા આયોજિત લોક અદાલતની જેને પણ નોટિસ મળી હોય તે લોકોને સમયસર લોક અદાલતમાં યુજીવીસીએલ કચેરી ખાતે હાજર રહેવા અપીલ કરી છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *