બનાસકાંઠા કલેકટરે જર્જરિત પુલની તપાસ આપ્યા બાદ આર.એન્ડ.બી.ના અધિકારીઓની ટીમે નિરીક્ષણ હાથ ધર્યું

બનાસકાંઠા કલેકટરે જર્જરિત પુલની તપાસ આપ્યા બાદ આર.એન્ડ.બી.ના અધિકારીઓની ટીમે નિરીક્ષણ હાથ ધર્યું

બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર પણ એલર્ટ બન્યું છે. અને જિલ્લા કલેકટર દ્વારા આર.એન્ડ.બી.ના અધિકારીઓને જિલ્લામાં આવેલા જુના જર્જરિત પુલો ની તપાસ કરવા માટે આદેશ કરાયા છે. જેને લઇને અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી.

બનાસકાંઠામાં આવેલા જુના અને જર્જરીત પુલોને લઈને કલેક્ટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે આર.એન્ડ.બી વિભાગના અધિકારીઓની અલગ અલગ ટીમો દ્વારા જિલ્લાના પુલોની તપાસ હાથ ધરવામાં આવી હતી. દાંતા અને પાલનપુરને જોડતા મુખ્ય હાઇવે હાતાવાડા પુલની તપાસ માટે દાતા આર. એન્ડ.બી.ની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. અને સમગ્ર જુના પુલને લઈને તપાસ કરવામાં આવી હતી. અને તપાસ બાદ આ સમગ્ર અહેવાલ કલેકટરને સુપ્રત કરવામાં આવશે.

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *