પાટણ; બોરના 50 ફુટ ઉડા કુવામાં બે થી વધુ સ્વાન પડતાં ફાયર ટીમે રેસ્ક્યુ કરી બહાર કાઢયા

પાટણ; બોરના 50 ફુટ ઉડા કુવામાં બે થી વધુ સ્વાન પડતાં ફાયર ટીમે રેસ્ક્યુ કરી બહાર કાઢયા

શહેરના ધોવાણ થયેલા માર્ગો સહિત ભુવા પડેલા વિસ્તારોમાં પાલિકાની ટીમે તાત્કાલિક કામગીરી હાથ ધરી

ભારે વરસાદની આગાહી ને ધ્યાને રાખીને પાલિકાની ટીમને સ્ટેન્ડ બાય રહેવા પાલિકા પ્રમુખની સુચના; પાટણ શહેરમાં છેલ્લા બે- ત્રણ દિવસ થી  હળવાથી ભારે વરસાદના ઝાપટાં પડતાં નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યાથી રહીશો મુશ્કેલીમા મુકાયા છે તો પાલિકા પ્રમુખ સહિતની ટીમ પણ આવા નિચાણવાળા વિસ્તારોમાં ભરાતાં પાણીના નિકાલ માટે ચિતિંત બની જીસીબી મશીનની મદદથી પાણીનો નિકાલ કરી રહીશોની મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા ચાલુ વરસાદે કામ કરી રહ્યા છે.

વરસાદ ના કારણે ધોવાણ થયેલ માગૅ સહિત માગૅ પર પડેલા ભૂવાઓનુ પણ ત્વરિત પુરાણ કરાવી કોઈ અકસ્માત ન સજૉઈ તેની પાલિકા તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. ગતરોજ શહેરના રાધે ગેલેક્સી પાસે આવેલ ખેતરના ખુલ્લા બોરના 50 ફૂટ ઊંડા કુવા મા બે થી વધુ કૂતરા પડી ગયા હોવાની જાણ રાધે ગેલેક્સી ના રહીશો દ્વારા પાલિકા પ્રમુખ હિરલબેન ને કરાતા તેઓએ તાત્કાલિક નગર પાલિકા ફાયર ટીમને ધટના સ્થળે રવાના કરી ટીમે રેસ્ક્યુ કરી કૂતરાઓને  સહી સલામત બહાર કાઢવા હતા.

તો વોર્ડ નંબર 11 માં આવેલા હરીપુરા વિસ્તારમાં વરસાદના પાણી ભરાવાની સમસ્યાથી લોકો તેમના ઘરેથી બહાર નીકળી શકે તેમ ન હોય વોર્ડના શક્તિ કેન્દ્રના પ્રમુખ મુકેશજી ઠાકોરે આ બાબતે પાલિકા પ્રમુખ ને રજુઆત કરતા તેઓએ તાત્કાલિક બે જીસીબી મશીન સાથે પાલિકા ના એસઆઈ આસમાનભાઈ તેમજ વોડૅ સુપરવાઇઝર ભીખાભાઈ અને કિરણભાઈ ને સાથે રાખીને વરસાદી પાણીના નિકાલ માટે નેક બનાવી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી ના પગલે પાલિકા પ્રમુખ દ્રારા પાટણ નગરપાલિકા ના કમૅચારીઓને જરૂરી સુચનાઓ આપી સ્ટેન્ડ બાય રહેવા જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *