વડોદરામાં એટીએમ તોડવાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાઈ ગયા છે, વડોદરા ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે, ઓનલાઈન ગેમમાં રૂપિયા 15 લાખ હારી જતા ચોરીનો બનાવ્યો હતો પ્લાન તો આરોપીઓએ નંદેસરી, મંજુસરમાં ATM તોડવાનો કર્યો હતો પ્રયાસ, જે એટીએમમાં સિક્યુરિટી નહતી તે જગ્યાએ એટીએમને તોડવાનો કર્યો હતો પ્રયાસ.
ત્રણ આરોપીઓની કરી ધરપકડ; સરફરાજ સૈયદ, સોહમ માળી, મનીષ સોલંકીની વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે, ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સોર્સીસના આધારે ત્રણ આરોપીઓની કરી ધરપકડ તો ઝડપાયેલા આરોપી પાસેથી ઈકો કારમાં એટીએમ તોડવાના સાધનો પણ મળી આવ્યા છે, આરોપીએ પોલીસની પૂછપરછમાં એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હોવાનું કબૂલ્યું છે, તો મુખ્ય આરોપી ગેમમાં રૂપિયા હારી ગયો હતો અને બંને સાથી આરોપીઓને પણ રૂપિયાની જરૂરિયાત હોવાથી તેમણે ચોરી કરવામાં મદદ કરી હતી.
ચોરી કરતા પહેલા ગેગે યુટયુબ પર ATM મશીન તોડવાના વીડિયો પણ જોયા હતા. ગત તા.૨૦મીએ ATM તોડવા માટે જરૂરી સામાન લેવા ત્રણેય કપુરાઈની હદમાં ગેસ વેલ્ડિંગની દુકાનનું તાળું તોડી ગેસ કટર અને ગેસ બોટલની ચોરી કરી હતી. ત્રણેવ પકડાતા કપુરાઇ, નંદેસરી અને મંજુસર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાનો ભેદ ઉકેલાયો હતો. સફરાજ ઓનલાઈન એવિવેટર ગેમમાં ૧૫ લાખ હારી જતા લીધેલી લોનના હપ્તા ચઢી ગયા હતાં.

