બનાસકાંઠા જીલ્લા ભાજપ કાર્યાલય- કમલમ્ ખાતે જીલ્લા ભાજપ સંગઠન દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. ૧ર મી જૂનના રોજ અમદાવાદ થી લંડન જતી એર ઈન્ડીયાની ફલાઈટમાં થયેલ અકસ્માતમાં ર૭૩ થી વધુ લોકોની સાથે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ દુઃખદ અવસાન થયુ હતુ. બનાસકાંઠા જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વર્ગીય વિજય રૂપાણી તથા અકસ્માતમાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓ તથા થરાદના આશાસ્પદ વેપારીને પણ શ્રધ્ધાંજલિ જીલ્લા ભાજપ પ્રમુખ દ્વારા આપવામાં આવી હતી. આ પ્રાર્થના સભામાં જીલ્લા ભાજપના અનેક સામાજીક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
- June 20, 2025
0
385
Less than a minute
You can share this post!
editor

