બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા સંકલ્પથી સિદ્ધિના 11 વર્ષની ઉજવણી

બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા સંકલ્પથી સિદ્ધિના 11 વર્ષની ઉજવણી

કેન્દ્રમાં મોદી શાસનને 11 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા સંકલ્પથી સિદ્ધિ સુધીના મોદી સરકારના 11 વર્ષની ઉજવણી કરાઈ હતી.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરકારના સુશાસનને 11 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે ભાજપ દ્વારા દેશભરમાં તેની ઉજવણી થઈ રહી છે. દરમિયાન, બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા આજે સંકલ્પથી સિદ્ધિ સુધીના મોદી સરકારના 11 વર્ષની ઉજવણી કરાઈ હતી.

આ પ્રસંગે પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપુતે મોદી સરકારની વિવિધ સિદ્ધિઓને વર્ણવી હતી.આ પ્રસંગે મોદી સરકાર ના 11 વર્ષના સુશાસનની સિદ્ધિ ઓને વર્ણવતા ચિત્ર પ્રદર્શનને ખુલ્લું મુકાયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે, ધારાસભ્યો સહિત ભાજપના હોદ્દેદારો અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *