હારીજના કુકરાણા ગામના રબારી વાસના રહેણાંક મકાનની ખુલ્લી ઓસરીમાં સ્થાપિત વહાણવટી સિકોતર માતાજીના મંદિરને કોઈ તસ્કર ટોળકીએ નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના અંગે મળતી માહિતી મુજબ હારીજ ના કુકરાણા ગામના રબારી વાસના રહેણાંક મકાનની ખુલ્લી જગ્યામાં આવેલ વહાણવટી સિકોતર માતાજીના મંદિરને કોઈ તસ્કર ટોળકીએ નિશાન બનાવી મંદિરમાં રાખેલી દાન પેટીમાંથી રોકડ રકમ અને માતાજીના ચાંદીના છત્તરની ચોરી કરી લોખંડના હથિયાર વડે મંદિરને નુકસાન પહોંચાડી તસ્કરો ફરાર થઈ જતાં અને મોડી રાત્રે બનેલી.
આ ઘટનાની જાણ સવારે કુટુંબીજનોને થતાં તેઓએ ઘટના સ્થળે દોડી આવી કુળદેવી માતાજીનું મંદિર જમીન દોસ્ત હાલતમાં જોઈને નાણેચા સમાજ અને પરિવારજનોની લાગણી દુભાઈ હતી.આ ધટના અંગે નાણેચા ગોવિંદભાઈએ હારીજ પોલીસને કરતાં પોલીસે ઘટના સ્થળની મુલાકાત લઈ મંદિર ચોરીને અંજામ આપી મંદિરની તોડફોડ કરી પલાયન થયેલ તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.