બનાસ ડેરીએ પશુપાલકો માટે દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.25નો વધારો કરાયો

બનાસ ડેરીએ પશુપાલકો માટે દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.25નો વધારો કરાયો

બનાસ ડેરીએ પશુપાલકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પશુપાલકોને ચુકવવામાં આવતા દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.25નો વધારો કરવામાં આવ્યો છે. ડેરીના ચેરમેન અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સણાદર દિયોદર ખાતે દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમમાં આ જાહેરાત કરી હતી.

બનાસ ડેરી દ્વારા પશુપાલકોને ચુકવવામાં આવતા દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો 1 જૂનથી અમલમાં આવશે. મહત્વની વાત એ છે કે આ વધારાથી દૂધ વાપરતા ગ્રાહકોને કોઈ વધારાની રકમ ચૂકવવાની રહેશે નહીં.ડેરીના નિયામક મંડળે લીધેલા આ નિર્ણયથી પશુપાલકોને દર મહિને વધારાના 25 કરોડ રૂપિયા મળશે. આ રીતે બનાસ ડેરી પશુપાલકોના હિતમાં કામ કરી રહી છે અને તેમની આવકમાં વધારો કરવાનો પ્રયાસ કરી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *