વાવ તાલુકાના કુંડાળીયા ચાર રસ્તાથી કારેલી ગામ સુધી એક વર્ષ અગાઉ નવીન રોડ બનાવવામાં આવ્યો છે. જોકે આ સિંગલ પટ્ટીના રોડની બને સાઈડો પર બાવળો છવાઈ ગયા છે. રોડ પર નિલગાયોની અવર જવર વધુ હોઈ અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે. સામ-સામા બે વાહનોને પસાર થવું મુશ્કેલ બની જાય છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર અમારી વાતને કોઈ ધ્યાનમાં લેવાતી નથી. સત્વરે આ રોડ પર કોઈ અકસ્માત ન સર્જાય તે પૂર્વ આ રોડ પર બાવળો નું સામ્રાજ્ય દૂર કરવામાં આવે તેવી બને ગામના લોકોની માંગ છે. આ માર્ગ પર આ બને ગામના ખેડૂતો વિદ્યાર્થી ઓ તેમજ વાહનોની અવર જવર વધુ રહે છે. આ રોડ બાઇક સ્લીપ મારવાના તેમજ બાઇકના અકસ્માતો સર્જાયા હોવાનું પણ ચર્ચાસ્પદ બન્યું છે. સત્વરે જવાબદાર તંત્ર આ આ માર્ગ પર બાવળો નું રાજ દૂર કરાવી રોડને ખુલો કરાવે તેવી માંગ છે.

- May 22, 2025
0
154
Less than a minute
You can share this post!
editor