લેબોરેટરી તપાસ માટે નમૂનાઓ સરકારી લેબમાં મોકલવામાં આવ્યા; ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાટણ દ્વારા નગરજનોને શુદ્ધ અને ભેળસેળ મુક્ત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ કરાવવા માટે સતત કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે ગતરોજ શંકાસ્પદ ઘી ના ટ્રાન્સપોર્ટની બાતમીના આધાર પર તપાસ હાથ ધરવામાં આવી હતી.
જે અંતર્ગત પાટણ રોડલાઇંસ ટ્રાન્સપોર્ટ ની તપાસ કરતાં ટ્રાન્સપોર્ટર પાસે થી ત્રણ દરવાજા, ઘી બજાર, પાટણ ની વિવિધ ત્રણ પેઢી (મોદી દિપેશ શરદભાઈ, ઘીવાલા સંદીપકુમાર રસીકલાલ, ઘીવાલા બાબુલાલ ચીમનલાલ નો ઘી નો સ્ટોક જોવા મળતા કુલ ૫ શંકાસ્પદ ઘી ના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. તેમજ આશરે ૪૦૫ કિલો શંકાસ્પદ ઘી કે જેની અંદાજિત કિંમત રૂ. ૨.૩૬ લાખ છે, જે સીઝ કરવામાં આવ્યો હતો. તેમજ લીધેલ ઘી ના નમૂનાઓ સરકારી લેબોરેટરીમાં પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જે લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ ફૂડ સેફટી અને સ્ટાન્ડર્ડસ એક્ટ ૨૦૦૬ હેઠળ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું સુત્રોએ જણાવ્યું હતું. તંત્રની આ કાર્યવાહીને લઈ શહેરનાં ધી બજાર સહિત ભેળસેળ યુક્ત અને અયોગ્ય ખાદ્ય પદાર્થોના વેચાણ કરનાર વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.આ ભેળસેળની પ્રવૃત્તિ અટકાવવાના તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ પ્રયાસ ને લોકોએ સરાહનીય લેખાવી હતી.

