પાટણ પંથકની પ્રાથમિક શાળાઓ માંથી કોમ્પ્યુટર ચોરીના બનાવોને અંજામ આપતી ગેંગને એલસીબી ટીમે દબોચી

પાટણ પંથકની પ્રાથમિક શાળાઓ માંથી કોમ્પ્યુટર ચોરીના બનાવોને અંજામ આપતી ગેંગને એલસીબી ટીમે દબોચી

પાટણ એલસીબી પોલીસે શાળાઓમાંથી કોમ્પ્યુટર ચોરીના ત્રણ વણશોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી રૂ. 4,37,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ અધિક્ષક વી.કે.નાથીની સૂચના મુજબ એલસીબી પોલીસે મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને શોધવા માટે કામગીરી શરૂ કરી હતી. પોલીસને મળેલી બાતમી મુજબ બનાસકાંઠાના સમૌ ગામના કેટલાક શખ્સોએ ઠાકરાસણ અને કનેસરા ગામની પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટર ચોરી કરી હતી.

પકડાયેલા આરોપીઓમાં મુકેશસિંહ જાદવ (વેળાવાપુરા સમૌ), અર્જુનસિંહ જાદવ (અમરાણીપુરા સમૌ), પંકજસિંહ જાદવ (અમરાણીપુરા સમૌ) અને સુરેશજી ઠાકોર ઉર્ફે પપ્પુ (લાલપુર, સિધ્ધપુર)નો સમાવેશ થાય છે. આરોપીઓએ ઠાકરાસણ ગામની પ્રાથમિક શાળામાં એક વખત અને કનેસરા ગામની પ્રાથમિક શાળામાં બે વખત ચોરી કરી હતી. જબ્બરસિંહ જાદવ અને લીલુસિંહ જાદવ (બંને અમરાણીપુરા સમૌના રહેવાસી) હજુ ફરાર છે. પોલીસે આરોપીઓની ધરપકડ BNSS કલમ-35(1)E મુજબ કરી છે અને મુદ્દામાલ BNAS કલમ-106 મુજબ કબજે કર્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *