પોલીસે ઘટના સ્થળે આવી લાશના પંચનામા કરી આગળની કાર્યવાહી હાથ ધરી; સરસ્વતી તાલુકાના મોટા નાયતા ના વાલ્મિકી સમાજના બે યુવાનોનું અગમ્ય કારણોસર તળાવ માં ડૂબી જવાથી મોત નિપજ્યું હોવાની ધટના મંગળવારે પ્રકાશમાં આવવા પામી છે ત્યારે બનાવને પગલે પોલીસે ધટના સ્થળે દોડી આવી લાશના પંચનામા કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી હકીકત મુજબ દશરથભાઈ પોપટભાઈ વાલ્મિકી ઉ.વ.૧૬ અને રાજેશભાઈ સોમાભાઈ વાલ્મિકી ઉ.વ.૧૮ ગામ તળાવ પાસે થી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક ભાઈનો પગ લપસતા બીજા ભાઈ મદદ કરવા જતા બન્ને તળાવના ઉંડા પાણીમાં ગરક થતા અને બનાવની જાણ ગામ લોકો ને થતાં તેઓ ધટના સ્થળે દોડી આવ્યાં હતાં અને તરવૈયાઓની મદદથી બન્ને લાશને બહાર કાઢી હતી તો બનાવની જાણ પોલીસને થતાં તેઓએ ધટના સ્થળે આવી લાશના પંચનામા કરી પીએમ અર્થે મોકલી આપી આગળ ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.