સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી; ગોંડલ ખાતે રહેતા મૂળ રાજસ્થાનના રાજકુમાર જાટ નામના યુવકના અપમૃત્યુને અકસ્માતમાં ખપાવવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ સાથે હવે બનાસકાંઠા જિલ્લામાં પણ જાટ સમાજ દ્વારા રાજકુમાર જાટના પરિવારને ન્યાય મળે તે માટે મેદાને ઉતર્યા છે.
મંગળવારે સમાજના યુવાનો મોટી સંખ્યામાં ડીસા ખાતે આવી નાયબ કલેકટર ને જઈ આવેદન પત્ર આપી રાજકુમાર જાટ અપમૃત્યુ કેસની તપાસ સીબીઆઈ ને સોંપવાની માંગ કરી હતી. આ બાબતે ડીસા એનએસયુઆઇ પૂર્વ અધ્યક્ષ ભાવેશ ચૌધરી ની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં જાટ સમાજ યુવાનો ઉપસ્થિત રહી આવેદનપત્ર આપી ધારદાર રજૂઆત કરવામાં આવી કે જો આ મામલે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં જાટ સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું કે આ સમગ્ર પ્રકરણમાં સરકાર પાસે ન્યાય અને મદદ મળે એવી અપેક્ષા છે.