ડીસા સ્પોર્ટ્સ ક્લબ ખાતે બનાસકાંઠા જિલ્લા અંડર-19 ક્રિકેટ ટીમ માટે ઓપન સિલેક્શન ટ્રાયલ યોજાઇ

ડીસા સ્પોર્ટ્સ ક્લબ ખાતે બનાસકાંઠા જિલ્લા અંડર-19 ક્રિકેટ ટીમ માટે ઓપન સિલેક્શન ટ્રાયલ યોજાઇ

માત્ર ટેલેન્ટને જ મળશે સ્થાન : શશિકાન્ત પંડ્યા

બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા જિલ્લાની અંડર-19 ક્રિકેટ ટીમની પસંદગી માટે એક ભવ્ય ઓપન સિલેક્શન ટ્રાયલનું આયોજન બુધવારે ડીસા સ્પોર્ટ્સ ક્લબ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એસોસિએશનના પ્રમુખ  શશીકાન્ત એમ. પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

​સિલેક્શન ટ્રાયલ દરમિયાન સમગ્ર જિલ્લાના ખૂણે-ખૂણેથી મોટી સંખ્યામાં ઉભરતા યુવા ક્રિકેટરોએ પોતાની ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું. ખેલાડીઓને સંબોધતા શશીકાન્તભાઈ પંડ્યાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે હવે ટીમમાં સ્થાન મેળવવા માટે માત્ર અને માત્ર ખેલાડીની ‘સ્કિલ’ (આવડત) જોવામાં આવશે.ભૂતકાળમાં જે રીતે બંધ બારણે કે ભલામણોથી પસંદગી થતી હતી, તે પ્રથા હવે ભૂતકાળ બની ગઈ છે.મેદાન પર જે ખેલાડી શ્રેષ્ઠ પ્રદર્શન કરશે અને જેનામાં સાચી સ્પોર્ટ્સમેનશિપ હશે, તેને જ પ્રાથમિકતા આપવામાં આવશે સરહદી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં રહેતા પ્રતિભાશાળી યુવાનોને પણ પૂરતી તક મળે તેવો અમારો નિર્ધાર છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે,​”હું ક્યારેય ખોટું ચાલવા દઈશ નહીં. જેની પાસે ટેલેન્ટ છે, તેને આગળ આવતા કોઈ રોકી શકશે નહીં.”

​આ ટ્રાયલ દરમિયાન ડીસા સ્પોર્ટ્સ ક્લબના પ્રમુખ અશોકભાઈ જોશી, લલિતભાઈ પ્રજાપતિ બીસીસીઆઈના સિલેક્ટરો તેમજ જેકીભાઇ જોશી વિશેષ રૂપે હાજર રહ્યા હતા. સિલેક્ટરોએ દરેક ખેલાડીની બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. ​આ પારદર્શક ટ્રાયલના કારણે જિલ્લાના યુવા ક્રિકેટરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને યોગ્ય પ્રતિભાઓને રાજ્ય કક્ષાએ રમવાની તક મળશે તેવી આશા જાગી છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *