પાલનપુરના ચંડીસર હાઈવે નજીક યુવક ઉપર તલવાર વડે હુમલો કરાતા ચકચાર

પાલનપુરના ચંડીસર હાઈવે નજીક યુવક ઉપર તલવાર વડે હુમલો કરાતા ચકચાર

પૈસાની લેવડદેવડ મામલે હુમલો કરનાર ચાર સામે ફરિયાદ

પાલનપુર -ડીસા હાઇવે પર આવેલ ચંડીસર નજીક બે દિવસ અગાઉ રાત્રીનાં સમયે નંબર પ્લેટ વિનાની ગાડીમાં આવેલા ચાર શખ્સોએ તલવાર અને છરા જેવા ઘાતક હથિયારો વડે એક યુવક ઉપર હુમલો કરતા ચકચાર મચી જવા પામી હતી. જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા હુમલો કરનાર ચાર ઈસમો સામે ગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

દાંતીવાડા તાલુકાના ભાખર મોટી ગામના ઇસ્માનીપુરામાં રહેતા સુરેશજી હજુરજી ઠાકોર તેના મિત્રો સાથે મંગળવારની રાત્રે ચંડીસર નજીક હોટલ ઉપર જમવા ગયા હતા. જ્યા એક નંબર પ્લેટ વગરની સફેદ કલરની સ્વિફ્ટ કારમાંથી નરેન્દ્રજી અમરતજી ઠાકોર (રહે. ખેડા તા. દાંતીવાડા), આશિષજી પ્રકાશજી ઠાકોર (રહે.ચંડીસર), હિમાલય ગોવિંદભાઈ ભાટિયા (રહે. કુંભલમેર) અને જયેશજી જયંતીજી ઠાકોર (રહે.ચંડીસર)  એકદમ નીચે ઉતરી અને સુરેશજીની પાસે ઘસી આવી પૈસાની લેતી દેતી મામલે ગાળો બોલી ડાબા પગના ઘૂંટણ તેમજ ડાબા હાથની કલાઈ પાસે પણ તલવાર મારી હતી. અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જો કે તેમણે સમય સૂચકતા વાપરીને ડીસા તરફના રોડ ઉપર દોડી જઈને ઝાડીમાં સંતાઈને પોતાનો જીવ બચાવ્યો હતો. જે મામલે ઇજાગ્રસ્ત સુરેશજીએ તેનાં પર હુમલો કરનાર ચાર ઈસમો વિરૂદ્ધ ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આ હુમલાની ઘટનાના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *