દાંતા તાલુકાના હડાદ ગામમાં અંગત અદાવતમાં એક યુવક પર છરી વડે હુમલો થયો હતો. ઇજગ્રસ્ત યુવકને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે પાલનપુર હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઇજાગ્રસ્તના સ્વજનોના જણાવ્યા મુજબ, હડાદ ગામમાં બોલાચાલી બાદ બે પાડોશીઓ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં પત્ની સાથેના આડા સંબંધોના વ્હેમમાં ભાવેશ પ્રજાપતિ નામના વ્યક્તિ પર છરી વડે હુમલો કરાયો હતો. હુમલાખોરે છરી નાં ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડતા તે લોહીલુહાણ થઈ ગયો હતો. હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રત ભાવેશ પ્રજાપતિને પાલનપુર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. ત્યારે ઘટનાને લઈને હડાદ પોલીસ ને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. હુમલો કરનાર ઇસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ભોગ બનનાર પરિવારજનો એ માંગ કરી હતી.

- March 20, 2025
0
46
Less than a minute
You can share this post!
editor