બનાસકાંઠા જિલ્લામાં ૧૫, ૧૭ અને ૧૮ ઓગસ્ટના યલો એલર્ટ જાહેર; ભારે વરસાદની આગાહી

બનાસકાંઠા જિલ્લામાં ૧૫, ૧૭ અને ૧૮ ઓગસ્ટના યલો એલર્ટ જાહેર; ભારે વરસાદની આગાહી

જન્માષ્ટમીએ જ વરસાદી માહોલ સર્જાશે, ઓગસ્ટ માસ ના ચત સુધી વરસાદનો રાઉન્ડ ચાલુ રહેવાની વકી

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ૧૫ દિવસથી વરસાદે વિરામ લઈ લીધો છે. પરિણામે વાવેતરને પિયત આપવુ પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે અને ખેડૂતો મેઘરાજા મંડાય તેની રાહ જોઈ રહ્યા છે. ત્યારે  બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ જનરેટર થતા  ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની આશા ઉભી થઈ છે. હવામાન વિભાગે ૧૫ અને ૧૭ ૧૮ ઓગસ્ટના રોજ બનાસકાંઠા જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરતાં છૂટા છવાયા વિસ્તારોમાં ભારે વરસાદની વકી રહેલી છે. જુલાઈ અંતમાં વરસાદી ઝાપટાં થયા બાદ ઓગસ્ટમાં ૧૩ મી સુધી વરસાદ થયો નથી. છેલ્લા ૧૫ દિવસથી વરસાદ ખેંચાઈ જતાં ખેડૂતોની ચિંતા વધી છે.

વાવેતરને હાલ વરસાદની જરૂર હોય કેટલાક ખેડૂતોએ પાક બચાવવા પિયત આપવાનું પણ શરૂ કરી દીધુ છે. ૧૫ દિવસથી વરસાદ થયો ન હોય ખેડૂતો ફરીથી મેઘ મહેર થાય તેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. ત્યારે આ અઠવાડિયામાં વરસાદના વધુ એક રાઉન્ડની શક્યતાઓ ઉભી થઈ છે. બંગાળની ખાડીમાં સર્ક્યુલેશન સર્જાયુ છે અને આગામી સમયમાં લો-પ્રેશરમાં ફેરવાય તેવી પ્રબળ શક્યતાઓ છે. જેના પગલે ૧૫ ઓગસ્ટ આસપાસથી વરસાદના વધુ એક રાઉન્ડની શક્યતાઓ ઉભી થઈ છે.

હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જેના પગલે છૂટા છવાયા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે. આ દિવસો દરમ્યાન ૩૦ થી ૪૦ કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે. સિસ્ટમ જેમ નજીક આવશે તેમ વરસાદનો વિસ્તાર અને તિવ્રતામાં પણ વધારો થવાની શક્યતાઓ રહેલી છે.

વરસાદ ખેંચાતા ગરમીનું પણ પ્રમાણ વધ્યું; આકાશમાં ગોરાંભાયેલા વાદળો વચ્ચે ગરમી નો પારો  વધતા જિલ્લાવાસીઓ તોબા પોકારી ઊઠ્યા છે અને સખત પડી રહેલી ગરમીથી લોકો અકળાઈ ઉઠયા છે તાપમાન નો પારો ૩૨ ડીગ્રી પર પહોંચી જતા ઉકળાટ વધ્યો છે જેથી લોકો વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *