પાટણ શાક માર્કેટમાં છેલ્લા બે દિવસથી સર્જાયેલા વરસાદી માહોલના પગલે શાકભાજીના માલની આવકમાં ઘટાડો થતાં ભાવમાં 10થી 40 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો. સૌથી વધુ જરૂરિયાત વાળા ટામેટા, ડુંગળી, બટાકા અને ભટ્ટા, મરચાના ભાવમાં કિલોએ 10 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો.હાલમાં આવક ઓછી હોય સૌથી વધુ ભાવ લીલા વટાણાના 180 રૂપિયા પહોંચ્યા છે.
પાટણ શાક માર્કેટમાં માવઠાંને લઈ ભાવમાં અસર જોવા મળી હતી. સોમવાર અને મંગળવાર બંને દિવસ શાકમાર્કેટમાં અન્ય જિલ્લાઓમાંથી આવતા શાકભાજીના માલમાં ઘટાડો થતાં મંગળવાર પાટણ શાકમાર્કેટમાં લીલા શાકભાજીમાં ભાવમાં 10 રૂપિયાથી 40 રૂપિયાનો વધારો જોવા મળ્યો.જેમાં ટામેટા, ડુંગળી, બટાકા અને મરચાં જેવા શાકભાજીમાં કિલોએ 10 થી 20 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. તો સૌથી વધુ ભાવ હાલમાં લીલા વટાણા 180 રૂપિયે વેચાયા હતા.
વેપારી દિનેશભાઈ પટણીએ જણાવ્યું હતું કે માત્ર વરસાદના કારણે આજે માલ ઓછો આવ્યો હોય ભાવમાં થોડો વધારો આવ્યો છે બે દિવસમાં જો વરસાદ બંધ થતા માલની આવક વધશે તો ફરીથી ભાવ રાબેતા મુજબ થઈ જશે.

