દોઢ માસ પૂર્વે મકાન માંથી રૂ. ૧,૫૪ લાખની મત્તા ચોરી થતા ફરિયાદ નોંધાઇ હતી: વડગામ તાલુકાના પેપોળ ગામે પંદર દિવસ પૂર્વે થયેલ ઘરફોડ ચોરીમાં વડગામ પોલીસ ને આરોપી ઝડપી પાડવામાં સફળતા મળી હતી. કુલ ૧,૫૪ લાખની મત્તા ની ચોરી કરનાર બે આરોપી ને પોલીસે દબોચી ચોરી નો ભેદ ઉકેલ્યો હતો. વડગામ તાલુકાના પેપોળ ગામે ગત તારીખ ૧૭/૧૨/૨૪ ના રોજ સુરેશસિંહ વિહોલના બંધ મકાન ને ચોરો એ નિશાન બનાવી મકાન માંથી સોના,ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ રૂ. ૧,૫૪ લાખ ની સામગ્રીની ચોરી કરી હતી. જેથી મકાન માલિકે વડગામ પોલીસ મથકે અજાણ્યા ચોરો વિરુદ્ધ ચોરી ની ફરિયાદ નોંધાવી હતી. વડગામ પીઆઇ એન.એમ.સોલંકી, હે.કો. યાજ્ઞિકભાઈ, કરણસિંહ તેમજ સંજયભાઈ ની ટીમે ગુનાની ગંભીરતા ને લઈ હ્યુમન સોર્શીસ તેમજ ટેક્નિકલ એનાલીસની મદદ થી ચોરી નો ભેદ ઉકેલી પેપોળ તેમજ રૂપાલ ગામના બે ઈસમો ને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.
ઝડપાયેલા આરોપી
(1) મહોબ્બતસિંહ લક્ષ્મણસિંહ વીહોલ રહે. પેપોળ તા.વડગામ જી.બનાસકાંઠા
(૨) નવાબઅલી સલ્લાઉદિં અંશરી રહે. રૂપાલ તા. વડગામ