ઈરાનના 3 પરમાણુ સ્થળોને નષ્ટ કર્યા પછી અમેરિકાનું બી-2 બોમ્બર સમાચારમાં છે. આ દરમિયાન, બી-2 બોમ્બર વિશે વધુ એક મોટા સમાચાર આવી રહ્યા છે. અમેરિકાનું બી-2 બોમ્બર એક કોમર્શિયલ વિમાન સાથે અથડાતા બચી ગયું છે. આ દરમિયાન, અમેરિકન એર ટ્રાફિક કંટ્રોલની મોટી બેદરકારીનો પર્દાફાશ થયો છે. આ વિમાનમાં 4 ક્રૂ સભ્યો સહિત 80 લોકો સવાર હતા.
મળતી માહિતી મુજબ, આ ઘટના શુક્રવારે નોર્થ ડાકોટા ક્ષેત્રમાં બની હતી. અહીંના એક નાના એરપોર્ટ પર તૈનાત એર ટ્રાફિક કંટ્રોલર (ATC) એ B-52 બોમ્બરના ક્રૂને જાણ કરી ન હતી કે તે જ સમયે એક કોમર્શિયલ એરક્રાફ્ટ (એરલાઇનર) પણ આ વિસ્તારમાં ઉડાન ભરી રહ્યું છે. યુએસ એરફોર્સે સોમવારે આ માહિતી આપી હતી. દેશમાં તાજેતરના હવાઈ સલામતીમાં આ ઘટના ચિંતાનો વિષય બની છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્કાયવેસ્ટ એરલાઇન્સના એક પાઇલટ મિનિયાપોલિસથી ડેલ્ટા ફ્લાઇટ 3788 પર ઉડાન ભરી રહ્યા હતા, જે દરમિયાન તેમણે આક્રમક વળાંક લેવો પડ્યો જેથી તેઓ B-52 બોમ્બર સાથે અથડામણ ટાળી શકે. તે સમયે તેઓ મિનોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરાણ કરવાની તૈયારી કરી રહ્યા હતા. વાયુસેનાના જણાવ્યા અનુસાર, B-52 બોમ્બરે નોર્થ ડાકોટા સ્ટેટ ફેર ઉપર ઉડાન ભરી હતી, જેને FAA (ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન), મિનોટ એરપોર્ટ ATC અને મિનોટ એર ફોર્સ બેઝ ATC દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.
રાત્રે ૮ વાગ્યા પહેલા B-52 બોમ્બરના પહેલા ફ્લાયઓવર દરમિયાન, એરબેઝના ATC એ બોમ્બરના ક્રૂને મિનોટ એરપોર્ટના ATC નો સંપર્ક કરવા કહ્યું. “B-52 ક્રૂએ એરપોર્ટ ટાવરનો સંપર્ક કર્યો અને ફ્લાયઓવર પછી 2 માઇલ પશ્ચિમમાં ઉડાન ચાલુ રાખવાની સૂચના આપવામાં આવી, પરંતુ ટાવરે તેમને આવનારા વાણિજ્યિક વિમાન વિશે જાણ કરી ન હતી,તેવું વાયુસેનાએ જણાવ્યું.

