એસ.ઓ.જી.ટીમે બાતમી ના આધારે બન્ને બોગસ ડોકટરો ને મેડિકલ જથ્થા સાથે અટક કરી સરસ્વતી પોલીસ ને સોંપ્યા પાટણના પાલડી ગામેથી મેડીકલ ડીગ્રી વગર લોકો ના આરોગ્ય સાથે ચેડા કરતા બે નકલી ડોકટરો ને પાટણ એસ.ઓ.જી.ટીમે બાતમી ના આધારે ઝડપી બન્ને બોગસ ડોકટરો પાસે થી મેડિકલ નો જથ્થો હસ્તગત કરી તેઓની અટકાયત કરી આગળની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
દરમ્યાન પાટણ ની સરસ્વતિ નદીના પુલ પાસે આવતા ટીમ ને બાતમી હકીકત મળેલ કે ભરવાડ પંકજ પોપટભાઈ રહે. પાટણવાળો અને મન્સુરી અરમાન રહીમભાઈ રહે.પાટણવાળો પાલડી ગામે ગ્રામ પંચાયતની સામે આવેલ ઓરડીઓમાં કોઇ પણ જાતની ડોકટરની ડીગ્રી મેળવ્યા સિવાય અને મેડિકલ નું લાયસન્સ ધરાવતા નહીં હોવા છતાં દવાખાનુ ચલાવે છે અને બીમાર લોકોને તપાસી દવા તથા ઇંજેકશન આપી બીમાર લોકોના સ્વાસ્થય સાથે બેદરકારી ભર્યુ કૃત્ય કરી તેમના પર ગે.કા. મેડીકલ પ્રેકટીસ કરી દવા તથા સાધનો દ્વારા બિમાર વ્યક્તિઓને પોતે ડોકટર નહિ હોવા છતાંયે તપાસી છેતરપીંડી કરી રહ્યા છે.
જે બાતમીના આધારે પાટણ એસઓજી ટીમે પાલડી ગામે હકીકત વાળા સ્થળે ઓચિંતો છાપો મારી બન્ને બોગસ ડોકટરો ને ઇન્જેકશનો, દવાઓ,મેડીકલ સાધનો મળી કુલ રૂ.૨૭૧૧૨ ના મુદામાલ સાથે ઝડપી બન્ને બોગસ ડોક્ટરો સામે બી.એન.એસ-૨૦૨૩ની કલમ-૩૧૯ તથા મેડીકલ પ્રેક્ટીસનર એકટ કલમ ૩૦ મુજબનો ગુન્હો સરસ્વતિ પો.સ્ટે ખાતે રજીસ્ટર કરાવી આગળની તપાસ સરસ્વતી પોલીસને સોપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.