પાલિકા તંત્ર રખડતા ઢોરોની સમસ્યા દૂર કરવા ઢોર ડબ્બાની ઝુંબેશ તેજ બનાવે તેવી માંગ ઉઠી; પાટણ નગરપાલિકાની રખડતા ઢોર મામલે ઢીલી નીતિ ના કારણે અવારનવાર શહેરના માર્ગો પર રખડતા ઢોરોનો આતક શહેરીજનોને બાધા રૂપ બની રહ્યો છે. ત્યારે મંગળવારના રોજ પાટણ ડીસા હાઈવે રોડ પર આવેલ ટીવીએસ શોરૂમની સામેના ભાગમાં બે આંખલાઓ વચ્ચે શિંગડા યુદ્ધ જામતા હાઇવે માર્ગ પરથી પસાર થતાં રાહદારીઓ અને વાહન ચાલકોમાં ભયનો માહોલ ઊભો થવા પામ્યો હતો. જોકે આ વિસ્તારના કેટલાક યુવાનોએ બંને આંખલાઓને મહામુસીબતે ભગાડતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પાટણ શહેરમાં રખડતા ઢોરોના વધી રહેલા ત્રાસને નાથવા પાલિકા તંત્ર દ્વારા ઢોર ડબ્બા ઝુંબેશ તેજ બનાવે તેવી માંગ શહેરી જનોમાં પ્રબળ બનવા પામી છે.

- February 11, 2025
0
156
Less than a minute
You can share this post!
editor