બટાકા ભરેલા ટ્રેકટરો પસાર થતા ટ્રાફિક સમસ્યામાં વધારો થયો; ડીસાના ગાયત્રી મન્દિર, જલારામ સર્કલ અને માર્કેટયાર્ડ ચોકડી ઉપર દિવસ દરમિયાન વારંવાર ટ્રાફિક સમસ્યા રોજિંદી બની છે. જો કે રોજિંદી આ સમસ્યામાં હાલ વધારો થયો છે. કેમ કે ડીસા પંથકમાં હાલમાં બટાકા કાઢવાની કામગીરી ચાલી રહી છે. બટાકાનું ઉત્પાદન બમ્પર થયું છે. અને ભાવ પણ સારા છે ત્યારે બટાકાના વેચાણ માટે ખેડૂતો ટ્રેકટરમાં બટાકા ભરી માર્કેટયાર્ડમાં તેમજ કોલ્ડ સ્ટોરેજોમાં પણ જતા હોય છે. તેથી ટ્રાફિકની સમસ્યા વધુ રહે છે. જેમાં સાંજના સુમારે ડીસાના ગાયત્રી મન્દિરથી જલારામ સુધીનો હાઇવે ટ્રાફિકના કારણે જામ થયો હતો. એક તરફ બટાકા ભરી જતા ટ્રેકટરોની લાંબી લાઈનો લાગી હતી અને કલાકો સુધી ટ્રાફિકજામ રહ્યો હતો. જેના કારણે અન્ય વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં અટવાયા હતા. જોકે હાલ બટાકાની સીઝન છે. તેના કારણે આ ટ્રાફિક થાય છે. પરંતુ આ હાઇવે ઉપર આ સમસ્યા રોજિંદી છે. ત્યારે આ સમસ્યાના નિવારણ માટે અહીં ટ્રાફિક નિયમન સાથે સર્વિસ રોડ ઉપરના દબાણો પણ હટાવવા જરૂરી છે.તેમ લોકોએ જણાવ્યું હતું.

- February 19, 2025
0 63 Less than a minute
You can share this post!
editor