અમદાવાદથી આબુ જઈ રહેલા લોકો માટે અગત્યના સમાચાર; બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના છાપી અને ધારેવાડા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આ ભારે વરસાદને કારણે અમદાવાદ-પાલનપુર હાઈવે પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. હાઈવે પર ઢીંચણ સમા પાણી ભરાઈ જવાથી વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી પાણી અને તેના કારણે સર્જાયેલા ટ્રાફિક જામને લીધે હાઈવે પર કલાકો સુધી વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. તો બીજી તરફ હાઈવે પર કેડ સમા પાણીથી હાઈવે સંપૂર્ણ પણે બંધ કરવો પડ્યો હતો. જેના કારણે લાંબો ટ્રાફિક જામ થયો છે.
- July 27, 2025
0
309
Less than a minute
You can share this post!
editor

