ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે T20 શ્રેણીની પ્રથમ મેચ આજે કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર રમાશે. બંને ટીમો પાસે સ્ટાર ખેલાડીઓની ફોજ છે, જે થોડા જ બોલમાં મેચનો માર્ગ બદલી શકે છે. આ બંને ટીમો વચ્ચે છેલ્લી T20 મેચ T20 વર્લ્ડ કપ 2024માં થઈ હતી. ત્યારપછી ભારતે સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડને 68 રનથી હરાવ્યું હતું. હવે બંને ટીમો ફરી એકવાર આમને-સામને છે. કોલકાતાના ઈડન ગાર્ડન્સના મેદાન પર અત્યાર સુધીમાં કુલ 12 T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે, જેમાંથી પ્રથમ બેટિંગ કરનાર ટીમે 5માં જીત મેળવી છે. જ્યારે 7 મેચમાં પ્રથમ બોલિંગ કરનાર ટીમે જીત મેળવી છે. આવી સ્થિતિમાં ટોસની ભૂમિકા મહત્વની બની શકે છે. આ મેદાન પર પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 155 રન અને બીજી ઈનિંગનો સરેરાશ સ્કોર 137 રન રહ્યો છે.
બંને ટીમો પાસે સ્ટાર ખેલાડીઓની ફોજ
ભારત: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ (વાઈસ-કેપ્ટન), હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, ધ્રુવ જુરેલ (વિકેટકીપર).
ઈંગ્લેન્ડઃ જોસ બટલર (કેપ્ટન), રેહાન અહેમદ, જોફ્રા આર્ચર, ગુસ એટકિન્સન, જેકબ બેથેલ, હેરી બ્રુક, બ્રાઈડન કાર્સ, બેન ડકેટ, જેમી ઓવરટોન, જેમી સ્મિથ, લિયામ લિવિંગસ્ટોન, આદિલ રાશિદ, સાકિબ મહમૂદ, ફિલ સોલ્ટ, માર્ક વુડ.