ઓપરેશન સિંદૂરના સન્માનમાં કેબિનેટ મંત્રી ની ઉપસ્થિતિ વચ્ચે સિદ્ધપુરમાં તિરંગા યાત્રા યોજાઇ

ઓપરેશન સિંદૂરના સન્માનમાં કેબિનેટ મંત્રી ની ઉપસ્થિતિ વચ્ચે સિદ્ધપુરમાં તિરંગા યાત્રા યોજાઇ

સિદ્ધપુર શહેર ભારત માતા કી જય ના નાદથી ગુંજી ઉઠ્યું; જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા મા ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા સિદ્ધપુર ખાતે નગરપાલિકા થી ઝાંપલી પોળ સુધી શનિવારે તિરંગા યાત્રા યોજાઈ હતી. જેમાં ભારતીય સેનાના સન્માન માટે આયોજિત તિરંગા યાત્રાને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવી જણાવ્યું હતું કે ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા પાકિસ્તાનના ઘરમાં ઘુસીને આતંકવાદીઓના ઠેકાણાનો નાશ કર્યો છે. વિશ્વે પણ ભારતની નોંધ લીધી છે. ઓપરેશન સિંદૂર થકી ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતના વિજયને ઉજવવા અને લોકોમાં દેશપ્રેમની ભાવના અખંડિત રહે એ હેતુથી આજે સિદ્ધપુરમાં તિરંગા યાત્રા યોજવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું. અને શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *