પાટણ પંથકમાં રોયલ્ટી ભર્યા વગર રેતીનું વહન કરતા ડમ્પર ચાલકની દાદાગીરી; મામલો પોલીસ મથકે પહોંચ્યો

પાટણ પંથકમાં રોયલ્ટી ભર્યા વગર રેતીનું વહન કરતા ડમ્પર ચાલકની દાદાગીરી; મામલો પોલીસ મથકે પહોંચ્યો

પાટણ જિલ્લાના હારીજ તાલુકાનાં બોરતવાડા ત્રણ રસ્તાથી રોડા જતા રસ્તા ઉપર આવેલા વિરપુર ત્રણ રસ્તા નજીક ગતરોજ સવારે પોણા દસેક વાગ્યાનાં સુમારે પાટણ જિલ્લા ખાણ ખનીજ વિભાગ તથા ભૂસ્તર શાસ્ત્ર ની કચેરીનાં માઈન્સ સુપરવાઈઝર જયકુમાર પ્રજાપતિ (ઉ.વ.૪૩) પાલનપુર તથા સિકયોરીટી માવાણીએ પરમીટ કે રોયલ્ટી ભર્યા વગર રેતનું વહન કરી જઈ રહેલા રેત ભરેલ ડમ્પરને અટકાવીને તેની સામે કાર્યવાહી કરવાનું કહેતાં ડમ્પર ચાલકે અધિકારીઓનાં હુકમનું પાલન કરવાનાં બદલે તેઓની ઉપર ડમ્પર ઉપર ચડાવી દેવાની ધમકીઓ આપીને સરકારી કામગીરીમાં અડચણરૂપ બનીને તેણે પોતાનું ડમ્પર હકારી જઈને થોડા આગળ જઈ ડમ્પરની રેતી ખાલી કરીને તે નાસી ગયો હતો. આ અંગે પાટણ જિલ્લા ખાણ ખનીજ વિભાગનાં અધિકારીએ ડમ્પર ચાલક દિલીપજી સામે હારીજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે બી. એન.એસ. ૨૨૧/૨૨૪/૩૫૧(૩) મુજબ ગુનો નોંધ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *