ગુજરાતમાં નશો કરવા પર પ્રતિબંધ છે. તોપણ ગુજરાતમાં બેફામ દારુ અને નશીલા પદાર્થોનું સેવન કરવામાં આવે છે. બુટલેગરો અને નશીલા પદાર્થોનો વેપાર કરનારા પોલીસનો ડર રાખ્યા વગર નશાનો વેપાર ખુલ્લેઆમ કરતા હોય છે. જેના સેવનથી લોકોના ઘર બર્બાદ થઈ જતા હોય છે. ત્યારે બનાસકાંઠાના ધાનેરામાં પોલીસે નેનાવા બોર્ડર પાસેથી અફીણનો રસ ઝડપી લઈને આરોપીઓ સામે કાર્યવાહી કરી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધાનેરા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન નેનાવા બોર્ડર પાસે ચેકિંગ દરમિયાન બજરંગ ટ્રાવેલ્સમાં કાળા રંગના બેગમાં અફીણનો રસ ઝડપ્યો હતો. જેમાં પોલીસે 895 ગ્રામ અફીણ રસ સાથે 3 શખ્સોની અટકાયત કરી હતી. જે મામલે ધાનેરા પોલીસે રૂ.89,500નું અફીણ સહિત લક્ઝરી બસ મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પકડી પાડવામાં આવેલ આરોપીઓ
1. ભગીરથ પાંચારામ વિશ્નોઇ (ઉ.વ. ૩૫), બાડમેર જિલ્લાના રહેવાસી
2. કુંભસીંહ રાજુસીંહ રાઠોડ (ઉ.વ. ૫૨), બાલોતરા જિલ્લાના રહેવાસી
3. સુરેન્દ્રસીંહ અલસીસીંહ (ઉ.વ. ૨૭), જેસલમેર જિલ્લાના રહેવાસી