સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બરથી શરૂ થશે અને 20 ડિસેમ્બર સુધી ચાલશે. શિયાળુ સત્રના કાર્યક્રમની માહિતી સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ આપી છે. કિરેન રિજિજુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું કે બંધારણ અપનાવવાની 75મી વર્ષગાંઠ પર 26 નવેમ્બરે સંસદના સેન્ટ્રલ હોલમાં પણ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે આ વર્ષની શરૂઆતમાં યોજાયેલી લોકસભા ચૂંટણી પછી આ પહેલું શિયાળુ સત્ર છે.