શિયાળાની ઠંડીની જમાવટ શરૂ થતા જ તસ્કરો સક્રિય થઈ ગયા છે. ત્યારે ડીસામાં પણ ગત રાત્રે આઈસી આઈસી આઈ બેંકનું એટીએમ તોડવાનો એક ટોળકી દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું બેન્ક મેનેજરે ડીસા પોલીસને લેખિત ફરિયાદ આપી છે. તસ્કરો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા છે. બેંકના સર્વેન્સ કેમેરા અને એલઆર માં મિકેનિઝમ સક્રિય થતા મેનેજરને જાણ થઈ હતી.
ડીસામાં એસ સી ડબલ્યુ હાઇસ્કુલ રોડ પર આવેલ એલએચ બિઝનેસ હબ માં આવેલી આઈસી આઈસી આઈ બેંકની શાખામાં ગત રાત્રે તશ્કર ટોળકીયે બેંકનું એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બેંકના સર્વેન્સ કેમેરા અને એલાર્મ મિકેનિઝમ સક્રિય થતા બેંક મેનેજરને જાણ થઈ હતી. જેથી તેઓએ સીસીટીવી ચેક કરતા ચારેક જેટલા શખ્સો બેંકની આજુબાજુ ફરતા રાત્રે અઢી વાગ્યા ના સુમારે જણાયા હતા. જેથી આ બાબતે બેંક મેનેજરે તુરંત પોલીસને જાણ કરી હતી. જ્યારે બેંક મેનેજરે લેખિત ફરિયાદ આપી અજાણ્યા શખ્સો દ્વારા એટીએમ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જણાવી ગુનો નોંધવા અરજી આપી હતી. શિયાળો શરૂઆત થતા જ તસ્કર ટોળકી શહેરમાં મુખ્ય બજારમાં સક્રિય થતા પોલીસના નાઈટ પેટ્રોલિંગના દાવાઓ પર પણ સવાલ ઉઠી રહ્યા છે.