બનાસકાંઠા જિલ્લામાં આગામી ૧૭ થી ૨૦ સપ્ટેમ્બર દરમિયાન વાતાવરણમાં પલટા આવવાની સંભાવના

બનાસકાંઠા જિલ્લામાં આગામી ૧૭ થી ૨૦ સપ્ટેમ્બર દરમિયાન વાતાવરણમાં પલટા આવવાની સંભાવના

દાંતીવાડા ડેમની જળ સપાટી ૬૦૦ ફુટે પહોંચતા ડેમના દરવાજા ખુલે તેની પ્રજાજનોને તાલાવેલી

સામાન્ય રીતે 17 સપ્ટેમ્બર બાદ ચોમાસુ ઋતુની વિધિવત રીતે વિદાય થતી હોય છે. જેમા બનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં ચોમાસુ વિદાય લેતું હોય છે. પરંતુ આ વર્ષે 14 થી 20 સપ્ટેમ્બર દરમિયાન વરસાદના એક નવા રાઉન્ડની શક્યતાઓ રહેલી છે જેથી ચોમાસાની વિદાય લંબાશે બંગાળની ખાડીમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમ અને ગુજરાત પર સર્જાનાર સાયક્લોનિક સિસ્ટમને અસરને લઇ આગામી ૧૪ સપ્ટેમ્બરથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ પલટા આવશે જેના કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદની ફરી એકવાર શરૂઆત થશે બનાસકાંઠા જિલ્લામાં પણ આ સિસ્ટમોની અસરને પગલે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે.

જોકે થોડા દિવસો પહેલા આવેલી મજબૂત સિસ્ટમ જેટલી આ નવી સિસ્ટમ મજબૂત નહીં હોય જેથી છુટાછવાયા સ્થળો પર સામાન્યથી મધ્યમ કે ક્યાંક ભારેવવરસાદ થવાની હવામાન નિષ્ણાતો એ આગાહી કરી છે. બનાસકાંઠા જીલ્લાનો દાંતીવાડા ડેમ ની જળ સપાટી ૬૦૦ પહોંચી ગઈ છે. ત્યારે વરસાદનું વધુ એક નવો રાઉન્ડ દાતીવાડા ના ઉપરવાસમાં પડે તો દાંતીવાડા ડેમના દરવાજા પણ ખોલવાની શક્યતાઓ રહેલી છે જેથી જિલ્લા વાસીઓને પણ દાંતીવાડા ના ડેમના દરવાજા ખુલે તેની તાલાવેલી જોવા મળી રહી છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *