ડીસાના ગાંધી ચોકમાં ચોરીની ઘટનાથી વેપારીઓમાં ફફડાટ

ડીસાના ગાંધી ચોકમાં ચોરીની ઘટનાથી વેપારીઓમાં ફફડાટ

પોલીસની નિષ્ક્રિયતા સામે આક્રોશ છવાયો; ડીસા શહેરમાં ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે, જેના કારણે વેપારીઓ ભયના માહોલમાં જીવી રહ્યા છે. બે દિવસ પહેલા જ ગાંધી ચોક વિસ્તારમાં ચોરીની ઘટના બન્યા બાદ વેપારીઓએ દક્ષિણ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. પરંતુ, ફરી એકવાર આ જ વિસ્તારમાં ચોરીની બીજી ઘટના બનતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોરી કરતા શખ્સના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે વેપારીઓએ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા છે.

ડીસામાં નાઈટ પેટ્રોલિંગ કરતી પોલીસની નિષ્ક્રિયતા સામે વેપારીઓનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. વેપારીઓનું કહેવું છે કે પોલીસ યોગ્ય કાર્યવાહી કરતી નથી, જેના કારણે ચોર ટોળકી બેફામ બની છે. જો આગામી સમયમાં આ મામલે કડક કાર્યવાહી નહીં થાય તો વેપારીઓએ જિલ્લા પોલીસ વડાને રૂબરૂ મળીને રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ ઘટનાને પગલે, પોલીસે નાઈટ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવાની અને ગુનેગારોને ઝડપી પાડવાની માંગણી વેપારીઓએ કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *