કેમિકલની અસરથી યુવકની તબિયત લથડતા મોત નીપજ્યું હોવાનું અનુમાનચ સિદ્ધપુરની સાનિયા એન્ટરપ્રાઈઝ કંપનીમાં એક કર્મચારીનું કેમિકલની અસરથી મોત નિપજ્યું હોવાની આશંકા વચ્ચે મૃતક ના ભાઈ દ્રારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી માહિતી મુજબ સિદ્ધપુરની સાનિયા એન્ટરપ્રાઈઝ કંપનીમાં ફરજ બજાવતા અને સિદ્ધપુર દિલીપભાઈ પંડયાની ચાલી મા રહેતા સંજયભાઈ પરમાર કંપની માં કામ કરતા હતા ત્યારે તેમને કેમિકલની અસર થતાં તેમની તબિયત લથડતાં તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થતાં પરિવારજનોમાં શોક છવાઈ જવા પામ્યો હતો. આ મામલે મૃતકના ભાઈ પ્રકાશભાઈ હરગોવન ભાઈ પરમારે સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNSS) કલમ 194 હેઠળ ગુનો દાખલ કરી પોલીસે કેમિકલની અસર કેવી રીતે થઈ અને કંપનીની શું બેદરકારી રહી છે તે અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

