કડી શહેરમાં તસ્કરોએ શિયાળાની ઠંડીનો લાભ ઉઠાવીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. લક્ષ્મીપુરા રોડ પર આવેલી આવાસ સોસાયટીમાં રહેતા નિલેશકુમાર પરમાર અને તેમના પત્ની 15 દિવસ પહેલા તેમના મૂળ વતન વિઠલાપુર ગામે બીમાર માતાની ખબર પૂછવા ગયા હતા. દરમિયાન, તેમના પાડોશીએ ફોન કરીને જાણ કરી કે તેમના મકાનનું તાળું તૂટેલી હાલતમાં છે. આ સમાચાર મળતાં જ દંપતી તરત કડી પરત ફર્યું હતું. ઘરની તપાસ કરતા બે તિજોરી તૂટેલી હાલતમાં મળી આવી હતી. તસ્કરો સોના-ચાંદીના દાગીના અને કપડાં સહિત કુલ ₹1,25,800ની મતા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. છેલ્લા એક અઠવાડિયાથી કડી તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં તસ્કરોએ આતંક મચાવ્યો છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે. આ ઘટના અંગે કડી પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લઈ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- January 16, 2025
0 202 Less than a minute
You can share this post!
editor