લોરવાડા ગામની મૃતક મહિલાના પરિવારને ન્યાય મળવો જોઈએ; સરપંચ

લોરવાડા ગામની મૃતક મહિલાના પરિવારને ન્યાય મળવો જોઈએ; સરપંચ

ડીસા તાલુકાના લોરવાડા ગામની મહિલા લગ્નની ખરીદી કરવા જતાં મોત મળ્યું

ગાયત્રી મંદિર ના રસ્તા પર અચાનક દીવાલ ધરાશાયી થતા મહિલા દટાઇ બે દીકરીનો આબાદ બચાવ

બાંધકામ નું કામ કરતા સુપરવાઇઝર, મજૂરો અને જેસીબી-ડ્રાઇવર ફરાર; ડીસા તાલુકાના લોરવાડા ગામ ના તેજલબેન વિરાજી ઠાકોર તેમની બે દીકરીઓ સાથે ડીસા બજારમાં ખરીદી અર્થે આવ્યાં હતાં.તે દરમિયાન ડીસા ગાયત્રી મંદિર પાસેથી રિક્ષામાં ઉતરી બજાર તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન ડીસા શહેરના ગાયત્રી મંદિર નજીક આવેલા શોપિંગ સેન્ટરના બાંધકામ નુ ખોદકામ ચાલુ હતું ત્યારે, રસ્તા તરફની ગેરકાયદે દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી.જે દુર્ઘટનામાં રસ્તા પર થી પસાર થઇ રહેલા તેજલબેન વિરાજી ઠાકોર નામની મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે તેમની સાથે રહેલી બે દીકરીનો આબાદ બચાવ થયો હતો.

આ અંગે મળતી વિગતો અનુસાર મૃતક મહિલા તેજલબેન વિરાજી ઠાકોર લોરવાડા ગામના વતની હતા તેમને પાંચ સંતાન છે. તમારી 5 મે 2025ના રોજ તેમના ભાઇના લગ્ન હોવાથી તે પરિવાર સાથે ડીસા બજારમાં ખરીદી અર્થે આવ્યાં હતાં. જે દરમિયાન તેઓ રસ્તા પરથી પસાર થઇ રહ્યાં હતાં. જ્યાં બાજુમાં બાંધકામ સ્થળે જેસીબી મશીન દ્વારા ખોદકામ ચાલી રહ્યું હતું. જ્યાં અચાનક એક દીવાલ ધરાશાયી થતા  ત્યાંથી પસાર થઈ રહેલી મહિલા તેની નીચે દટાઈ ગઈ હતી જેમાં નુ ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બે દીકરીનો આબાદ બચાવ થયો હતો આ ઘટના બાદ બાંધકામ સ્થળ પરથી સુપરવાઇઝર, ‘ મજૂરો અને જેસીબી-ડ્રાઈવર ફરાર થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. મૃતક મહિલાના મૃતદેહને ડીસાની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.

લોરવાડા ગામની મૃતક મહિલાના પરિવારને ન્યાય મળવો જોઈએ; સરપંચ, આ અંગે લોરવાડા ગામના  ઈ.સરપંચ મોહનભાઈ દેસાઈ એ જણાવ્યું હતું કે આ ઘટનાની જાણ થતા અમો ગામના કેટલાક લોકો સાથે તાત્કાલિક ડીસા પહોંચી કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં આ મહિલા ના પરિવારને ન્યાય મળે અને કશુરવાર સામે યોગ્ય પગલા લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *