પાટણ જિલ્લામાં હથિયાર લાયસન્સ મામલે તંત્રએ કડક વલણ અપનાવ્યું

પાટણ જિલ્લામાં હથિયાર લાયસન્સ મામલે તંત્રએ કડક વલણ અપનાવ્યું

પાટણ જિલ્લામાં સ્વરક્ષણ માટે 5 વર્ષમાં રિવોલ્વરની 68 માંથી 60 અરજી નામંજૂર

પાટણ જિલ્લામાં હથિયાર લાયસન્સ મામલે તંત્રએ કડક વલણ અપનાવ્યું છે.છેલ્લા 5 વર્ષમાં સ્વરક્ષણના નામે 68 લોકોએ હથિયાર લાયસન્સ માટે કલેક્ટર સમક્ષ અરજી કરી હતી, પરંતુ 3 અલગ–અલગ કલેક્ટરોના કાર્યકાળ દરમિયાન એકપણ વ્યક્તિને લાયસન્સ આપવામાં આવ્યું નથી.

આ દરમિયાન માત્ર બે બેન્કોને જ લાયસન્સ આપ્યા છે, જ્યારે 60 અરજી નામંજૂર કરી દેવાઈ છે અને હાલ 6 અરજી પેન્ડિંગ છે. પાટણ જિલ્લામાં હાલ અંદાજે 380જેટલા લોકો પાસે સ્વરક્ષણ માટેના હથિયાર લાયસન્સ છે. જેમાં રાજકીય નેતાઓ, બિલ્ડરો સહિતના લોકોનો સમાવેશ થાય છે, પરંતુ આ તમામ લાયસન્સ સપ્ટેમ્બર-2020 પહેલાંના છે. સપ્ટેમ્બર-2020 પછી 3 કલેક્ટર સુપ્રીતસિંહ ગુલાટી,અરવિંદ વિજયન અને તુષાર ભટ્ટના કાર્યકાળ દરમિયાન એકપણ નવા વ્યક્તિગત હથિયાર લાયસન્સને મંજૂરી અપાઈ નથી.

વર્ષ 2021માં બેંક ઓફ બરોડા, પાટણને અને વર્ષ 2023 માં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાને હથિયાર લાયસન્સ મંજૂર કરાયું હતું.તંત્રનું કહેવું છે કે સંસ્થાગત સુરક્ષાની જરૂરિયાત હોય ત્યાં જ અપવાદ રાખવામાં આવે છે.જેમા અરજદારને હથિયારની શા માટે જરૂર છે તે મહત્વનું માપદંડ છે. ખેતી પાકના રક્ષણ કે પૈસાની લેવડદેવડ જેવા કારણો બતાવે છે, પરંતુ હવે પાક રક્ષણ માટે અન્ય વિકલ્પો ઉપલબ્ધ છે અને ગનની જરૂર પડતી નથી. પૈસાની લેવડ દેવડ પણ મોટાભાગે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે થાય છે અને રોકડમાં મોટા ટ્રાન્ઝેક્શન પર ઇન્કમટેક્સના નિયમો લાગુ પડે છે. તેથી આવા કારણો યોગ્ય ગણાતા નથી.બેન્ક જેવી સંસ્થાઓને વાસ્તવિક જરૂરિયાત હોય ત્યારે જ લાયસન્સ અપાય છે. બાકી અરજદારોને મેરિટ આધારે ચકાસીને મંજૂરી અપાતી નથી. અત્યાર સુધીમાં જેમના સામે ગંભીર ગુનાઓ નોંધાયા છે એવા અંદાજે10 જેટલા લોકોના હથિયાર લાયસન્સ રદ કરી દેવાયા છે. આ ઉપરાંતદર વર્ષે ફિટનેસ સહિતના કારણોસર પણ કેટલાક લાયસન્સ રદ કરાઈ રહ્યા છે, તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *