મોબાઇલ ફોન નંગ 8 કી રૂ 1,53,500 મૂળ માલિકોને પરત અપાયા
ઊંઝા પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યકમ અંતર્ગેત મોબાઇલ ફોન નંગ 8 કી રૂ 1,53,500 ની કિંમતનો મુદામાલ તેના મૂળ માલિકોને પરત શોધી આપેલ છે. ઊંઝા પીઆઇ એસ.એસ.નિનામાના ઊંઝા પોલીસ સ્ટેશનમાં નાગરિકોના ગુમગેરવલ્લે થયેલ મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવા સૂચના આપી હતી. જે અંતગર્ત ઊંઝા પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યકમ યોજાયો હતો. જે કાર્યકમ દરમિયાન ઊંઝા પોલીસ સ્ટેશન દ્રારા ગુમ ગેરવલે થયેલ મોબાઇલ ફોન નંગ 8 તેના મૂળ માલિકોને પરત આપ્યા હતા. આ કાર્યકમમાં પીએસઆઇ પઢારિયા, એએસઆઈ હર્ષદભાઈ, મહેન્દ્રભાઈ સહિત પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

