થરાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સીધી બસ સેવાનો પ્રારંભ કરાયો

થરાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સીધી બસ સેવાનો પ્રારંભ કરાયો

વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી આગેવાની હેઠળ જનહિતમાં મહત્વપૂર્ણ પગલું

આપણા વિધાનસભા અધ્યક્ષ તથા થરાદના લોકલાડીલા ધારાસભ્ય માનનીય  શંકરભાઈ ચૌધરી સાહેબને મળેલી લોકમાગણીને અનુલક્ષીને, તેમની દિશા-સૂચનાને અનુસરતાં વિભાગીય નિયામક  કિરીટભાઈ ચૌધરી અને તેમની ટીમ તેમજ થરાદ ડેપો મેનેજર ભરતભાઈ ચૌધરી તથા તેમની ટીમ દ્વારા જાહેર જનતાને વધુ સુવિધા પૂરી પાડવાના હેતુસર અને પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે આજે થી થરાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી (કેવડિયા) સુધીની નવી સીધી બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ નવી બસ સેવા દ્વારા પ્રવાસીઓને સરળ, આરામદાયક અને સુરક્ષિત મુસાફરીની સુવિધા ઉપલબ્ધ થશે. બસ દરરોજ સાંજે 6 વાગ્યે થરાદથી એકતાનગર માટે નીકળશે અને ત્યાંથી પણ સાંજે 6 વાગ્યે પરત ફરશે. આ રૂટ વાયા ડીસા, પાલનપુર, મેહસાણા, અમદાવાદ, બરોડા, ડભોઈ થઈને કેવડિયા (સ્ટેચ્યુ ઓફ યુનિટી) સુધી જશે.

આ મહત્વપૂર્ણ સેવા પ્રવાસીઓને સરદાર વલ્લભભાઈ પટેલના સ્મારક અને આસપાસના પર્યટન સ્થળો સુધી પહોંચવામાં મદદરૂપ થશે. આ અવસર પર આજે, દેશની એકતા અને અખંડિતતાના પ્રતિક, લોહપુરુષ ભારતરત્ન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી (રાષ્ટ્રીય એકતા દિવસ) નિમિત્તે આ બસ સેવાને લીલી ઝંડી બતાવી જનસેવામાં સમર્પિત કરવામાં આવી. આ કાર્યક્રમમાં થરાદ ધારાસભ્ય કાર્યાલય ઇન્ચાર્જ હેમજીભાઈ, જયમીનભાઈ પ્રજાપતિ, અંબારામભાઈ,  હિતેષભાઈ વાણીયા, વસંતભાઈ, પિરોમલભાઈ,  નજાર, નરેશભાઈ પટેલ તેમજ થરાદ ડેપો મેનેજર ભરતભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે સ્ટેન્ડ ઇન્ચાર્જ રાણાભાઇ, સોસાયટી ડિરેક્ટર દિનેશભાઇ પટેલ, મનુભાઈ, રાજુભાઈ, ઈશ્વરભાઈ, ભાવેશભાઈ, જ્યંતિભાઈ તથા અન્ય ડેપો યુનિયન હોદેદારો અને કર્મચારીઓની હાજરીમાં કાર્યક્રમ પૂર્ણ થયો હતો

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *