‘તેરા તુજકો અર્પણ’ : હિંમતનગર પોલીસે ગુમ મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા

‘તેરા તુજકો અર્પણ’ : હિંમતનગર પોલીસે ગુમ મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર બી ડિવિઝન પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત 19 ગુમ થયેલા મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત કર્યા છે. આ મોબાઈલ ફોનની કુલ કિંમત આશરે રૂ. 2,93,000 છે. પોલીસ અધિકારીઓ DYSP, PI, PSI અને અન્ય પોલીસકર્મીઓના હસ્તે આ મોબાઈલ ફોન માલિકોને સુપરત કરવામાં આવ્યા હતા. આ પહેલ દ્વારા પોલીસે ‘પોલીસ પ્રજાનો મિત્ર’ સૂત્રને સાર્થક કર્યું છે.

આ કાર્યવાહી સાબરકાંઠા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ અને DYSP એ.કે. પટેલના માર્ગદર્શન હેઠળ તથા PI એમ.ડી. ચૌહાણની સૂચના મુજબ કરવામાં આવી હતી. હિંમતનગર બી ડિવિઝન પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી વિવિધ સ્થળોએથી ગુમ થયેલા આ ફોન શોધી કાઢ્યા હતા.

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *