સુરત થી દુબઈ જઈ રહેલી ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી

સુરત થી દુબઈ જઈ રહેલી ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી

સુરતથી દુબઈ જઈ રહેલી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાં ઉડાન ભર્યા બાદ મધદરિયે એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાતા તેને તાત્કાલિક અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી. આ ફ્લાઈટમાં 150 થી વધુ મુસાફરો સવાર હતા અને બધા સુરક્ષિત છે. જોકે, આ ઘટનાથી મુસાફરોમાં થોડા સમય માટે ભયનું વાતાવરણ જોવા મળ્યું હતું. ફ્લાઈટના પાયલટે પરિસ્થિતિને કાબૂમાં લઈ તેને અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરાવી હતી.

ઇન્ડિગોની ફ્લાઇટ (નંબર 6E-1507) સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી દુબઈ જવા માટે 150થી વધુ મુસાફરો સાથે ટેક-ઓફ થઈ હતી. પ્લેન જ્યારે મધદરિયે પહોંચ્યું ત્યારે એના એક એન્જિનના પર્ફોર્મન્સમાં અચાનક સમસ્યા સર્જાઈ હતી. પાઇલટને આ ખામીની જાણ થતાં તેમણે તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક કર્યો અને પ્લેનને નજીકના એરપોર્ટ પર ડાઇવર્ટ કરવાની મંજૂરી માગી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પાઇલટે પ્લેનને સૌથી નજીકના અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતારવાનો નિર્ણય લીધો હતો. એરલાઈન્સ કંપનીએ તેમના વિમાનોની નિયમિત અને સઘન તપાસ સુનિશ્ચિત કરવી જોઈએ, જેથી ભવિષ્યમાં આવા બનાવો ટાળી શકાય. મુસાફરોની સુરક્ષા સર્વોપરી છે અને તેમાં કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી ન શકાય. આ ઘટનાની વિગતવાર તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે કાર્યવાહી કરવી જોઈએ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *