તાજેતરમાં પાટણ ની મુલાકાત માટે આવેલા ગુજરાત રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ પાટણ જિલ્લા અને શહેર ભાજપના આગેવાનો સાથે નવા સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજી પાટણ શહેર અને જિલ્લાના વિકાસ કામો ની સમીક્ષા કરી હતી.મંત્રીએ પાટણ શહેર અને જિલ્લાના વિકાસ કામો માટે તેમના લેવલથી તમામ પ્રકારનો સહકાર આપવાની ભાજપના આગેવાનોને બાંહેધરી આપી હતી. પાટણ નવા સર્કિટ હાઉસ ખાતે મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સાથે ની આ બેઠકમાં પાટણ જિલ્લા ભાજપ મહામંત્રી ભાવેશભાઈ પટેલ,પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, પાટણ શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ સહિત શહેર અને જિલ્લા ભાજપના આગેવાનો,કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી મંત્રી નું શાલ, બુકે અને મોમેન્ટ આપી અભિવાદન કર્યું હતું.
- May 25, 2025
0
446
Less than a minute
You can share this post!
editor

