મહોલ્લાના એક મકાનનો પણ નકૂચો તૂટ્યો: ઊંઝા તાલુકાના સુણોક ગામે પરમાર વાસમાં આવેલ એક રહેણાંક મકાનમાં રાત્રિના તસ્કરો ત્રાટક્યા હતા. મુખ્ય ઘરના દરવાજાનો નકૂચો તોડી અંદર પ્રવેશ કરી તિજોરી તથા ડ્રોવર તોડી સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ 1.91 લાખની મત્તાની ચોરી કરી લઈ જતા ઉનાવા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ઊંઝા તાલુકાના સુણોક ગામે પરમાર વાસમાં પ્રતિક જીવણભાઈ રાઠોડ હાલ અમદાવાદ ઝુંડાલ સર્કલ ખાતે રહે છે. જેઓના માતા પિતા સુણોક ગામે રહે છે. જેના બંધ મકાનમાં રાત્રિના તસ્કરો ત્રાટક્યા હતા. ઘરના મુખ્ય દરવાજાનો નકૂચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તેમજ તિજોરી અને ડ્રોઅર તોડી તેની બેનના લગ્ન વખતે મામેરામાં લાવેલ અને ચાલુ વર્ષે ભાઈના લગ્ન વખતે લીધેલ સોના ચાંદીના દાગીના કી રૂ1,91,000 ની મત્તાની ચોરી કરી લઈ ગયા હતા. આ ઊપરાંત મહોલ્લાના પરમાર સુરેશભાઇ ખેંગારભાઈ ના મકાનનો નકૂચો તોડી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. આ બનાવ સંદર્ભે પ્રતિકભાઈએ ઉનાવા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ચોરી થયેલ સોના ચાંદીના મુદામાલની વિગત
(1) સોનાનો દોરો નંગ-2 કિંમત 40,000 રૂપિયા
(2) સોનાનું લોકેટ નંગ-1કિંમત 30,000 રૂપિયા
(3) સોનાની વીંટી નંગ-3 કિંમત 70,000 રૂપિયા
(4) સોનાની કાનની બુટી જોડો-2 કિંમત 20,000 રૂપિયા
(5) સોનાની નાકની ચુની નંગ-3 કિંમત 5000 રૂપિયા
(6) ચાંદીના સિક્કા નંગ-4 કિંમત 5000 રૂપિયા
(7) ચાંદીની શેરો નંગ-3 કિંમત 21,000 રૂપિયા