૩૩ જુગારીયા સાથે રોકડ રકમ મળી કુલ રૂ.૧૭,૩૭,૧૫૦ નો મુદામાલ હસ્તગત કરી કાયૅવાહી હાથ ધરી..
રેડ દરમ્યાન ફરાર ૮ શખ્સો સામે પણ ગુનો નોંધી તપાસ ના ચક્રોગતિમાન કરાતા સનસનાટી મચી..
ચાણસ્મા શહેરના હાઇવે પર આવેલ સીટી પ્લાઝા કોમ્પલેક્ષમાં ચાલતા નવજીવન સ્પોર્ટ કલબ માથી રવિવારે એસ.એમ.સી પીએસઆઈ જે. વી. પટેલ સહિત ની ટીમે બાતમીના આધારે ઓચીતો છાપો મારી ૩૩ જુગારીયાઓને રોકડ રકમ સહિત કુલ રૂ.૧૭,૩૭,૧૫૦ ના મુદામાલ સાથે ઝડપી મસ મોટા જુગાર ધામ નો પદૉફાશ કરતાં સનસનાટી મચી જવા પામી હતી. જોકે એસ.એમ.સી.ની રેડ દરમ્યાન ફરાર ૮ શખ્સો સહિત ઝડપાયેલા તમામ ૩૩ શખ્સો સામે ચાણસ્મા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું.
આ બનાવની મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના ચાણસ્મા શહેરના હાઈવે વિસ્તાર પર આવેલ સીટી પ્લાઝા કોમ્પલેક્ષમાં નવજીવન સ્પોર્ટ ક્લબ માં મોટા પાયે જુગાર ધામ ચાલતો હોવાની મળેલી બાતમી આધારે રવિવારના રોજ એસએમટી ના પીએસઆઈ સહિત ની ટીમે ઓચિંતી રેડ કરતા ૩૩ શખ્સો સ્થળ પરથી રોકડ રકમ સહિત લાખો રૂપિયા ના મુદામાલ સાથે ઝડપાતા અને રેડ દરમ્યાન ૮ શખ્સો ફરાર થતાં તમામ સામે ચાણસ્મા પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરતા સનસનાટી મચી જવા પામી હતી.
તો રેડ દરમ્યાન ફરાર નિલેશ ઉર્ફે બકાલાલ કાંતિલાલ પટેલ ચાણસ્મા, રાજુભાઈ અમૃતલાલ પટેલ પાટણ, હસમુખ ઉર્ફે અડુક પટેલ ચાણસ્મા, ચિરાગ ખોડાભાઈ પટેલ પાટણ, ધમેન્દ્ર ઉર્ફે લાલો સુરેશચંદ્ર મહેતા પાટણ, હિતેશ નવીનભાઈ પટેલ પાટણ, બકાજી ઠાકોર સહિત અન્ય એક ઈસમમળી કુલ ૮ શખ્સો સહિત તમામ સામે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.