બનાસકાંઠા જિલ્લામાં ખેતી માટે અને લોકોને પીવા માટે પાણી મળી રહે તે માટે સીપુ ડેમ અને દાંતીવાડા ડેમમાંથી કેનાલો મારફતે પાણી આપવામાં આવે છે. પરંતુ આ કેનાલોની હાલત અત્યારે ખૂબ જ ખરાબ છે. છેલ્લા ઘણા વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના જીવા દોરી સન્માન સીપુ કેનાલમાં ના તો સફાઈ કરવામાં આવી છે કે ના તો કેનાલનું રીનોવેશન અત્યારે જ્યાં પણ નજર કરીએ ત્યાં આ કેનાલ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે. આ બાબતે ખેડૂતો દ્વારા અધિકારીઓને અનેકવાર રજૂઆત કરી છતાં કોઈ જ રીપેરીંગ કરવામાં ન આવતા ખેડૂતો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લો વર્ષોથી ખેતી સાથે જોડાયેલો જિલ્લો છે. જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં જીવા દોરી સન્માન બે મોટા જળાશયો આવેલા છે. જેમાં સીપુ અને દાંતીવાડા જળાશય મારફતે ખેડૂતોને ખેતી માટે અને પીવા માટે કેનાલો મારફતે આ જળાશયોમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે. પરંતુ આ પાણી પહોંચાડવા માટે જે કેનાલો બનાવવામાં આવી છે તે કેનાલો અત્યારે મોટાભાગે તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે વાત છે. સીપુ જળાશય યોજનાની. સીપુ જળાશય યોજના થકી બનાસકાંઠા જિલ્લાના અનેક ગ્રામીણ વિસ્તારોમાં ખેતી અને પીવા માટે પાણી આપવામાં આવે છે.
જેમાં આ પાણી પહોંચાડવા માટે વર્ષોથી અનેક ગામોમાં કેનાલો બનાવવામાં આવી છે. પરંતુ આજે મોટા ભાગની કેનાલો સાફ-સફાઈ વગર અને તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે એક તરફ સરકાર ખેડૂતોની મોટી મોટી વાતો કરી રહી છે અને દરેક ખેડૂત આજે સુખી અને સંપન્ન બન્યો છે તેવી વાતો કરવામાં આવી રહી છે પરંતુ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો આજે પોતાની ખેતીને લઈને ચિંતામાં જોવા મળી રહ્યા છે. કારણ કે એક તરફ ખેતી માટે પાણી નથી અને બીજી તરફ જે સરકાર દ્વારા સીપુ ડેમ આધારિત જે કેનાલો બનાવવામાં આવે છે તે મોટાભાગની કેનાલો હાલ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે. જ્યારે પણ સીપુ ડેમમાંથી આ કેનાલમાં પાણી છોડવામાં આવે છે. ત્યારે કાગળની જેમ આ કેનાલો તૂટી અને ખેડૂતોના ખેતરોમાં પાણી જતા ખેડૂતોને મોટું નુકસાન થાય છે.
આગામી સમયમાં જ્યારે ચોમાસાની ઋતુ આવી રહી છે તેમ છતાં પણ હજુ સુધી કોઈપણ કોન્ટ્રાક્ટર દ્વારા આ કેનાલોની સફાઈ કરવામાં આવી હોય કે જ્યાં પણ કેનાલો તૂટેલી છે ત્યાં રીપેરીંગ કામ કરવામાં આવ્યું હોય. આ વિસ્તારના ખેડૂતો જણાવી રહ્યા છે કે વર્ષ 2017 બાદ સીપુ ડેમ આધારિત કેનાલોમાં એક પણ વાર સફાઈ કરવામાં આવી નથી કે ના તો જ્યાં કેનાલો તૂટી છે ત્યાં રીપેરીંગ કામ કરવામાં આવ્યું હોય તાજેતરમાં જ આ સીપુ કેનાલમાં નર્મદાનું પાણી છોડવામાં આવ્યું હતું. પરંતુ કેનાલો તૂટેલી હોવાના કારણે ખેડૂતોના ખેતરોમાં આ પાણી જતું રહ્યું હતું ને જેના કારણે ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો હતો. તો બીજી તરફ મોટા ભાગની જ્યાં કેનાલો તૂટેલી છે ત્યાં ખેડૂતોએ જાતે જ પોતાના ખર્ચે રીપેરીંગ કામ કરાવ્યું છે. જેથી સ્થાનિકો જણાવી રહ્યા છે કે તાત્કાલીક ધોરણે નેહેરો ના સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
તમે જે રખેવાળ ન્યૂઝના માધ્યમથી આ કેનાલોના દ્રશ્ય જોઈ રહ્યા છો તે કેનાલો સીપુ જળાશય યોજનાની કેનાલો છે જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કોન્ટ્રાક્ટર દ્વારા દર વર્ષે ટેન્ડર ભરી સફાઈ અને રીનોવેશન કરવાની વાતો કરવામાં આવે છે પરંતુ આ કેનાલોમાં વર્ષ 2017 બાદ આજ દિન સુધી કોઈ જ પ્રકારે સફાઈ કે રીપેરીંગ કામ કરવામાં આવ્યું નથી અત્યારે જ્યાં પણ નજર કરીએ ત્યાં કેનાલો કાગળની જેમ તૂટેલી જોવા મળી રહી છે અને સાફ-સફાઈ વગર બાવળ અને બોરડી ના મોટા મોટા ઝાડ પણ આ કેનાલોની અંદર ઉગી ગયા છે આવનારા સમયમાં ચોમાસા માં જો સીપુ ડેમમાં પાણીની મોટા પ્રમાણમાં આવક થાય અને ઉનાળામાં કેનાલોમાં પાણી છોડવામાં આવે તો મોટાભાગના ખેડૂતોને આ કેનાલો તૂટેલી હોવાના કારણે ખેતરોમાં નુકસાન થવાની સંભાવના જોવા મળી રહી છે ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે આવા કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ચોમાસાની ઋતુ પહેલા તમામ કેનાલોની સફાઈ કરી અને તેનું યોગ્ય રીતે સમારકામ કરવામાં આવે.



